યુટ્યુબ પર સોમલા ભીખલાના ચેનલમાં મનીયાનું પાત્ર ભજવનાર ઉમેશ રાઠોડનું કોરોનાથી નિધન
હજારો ચાહકોમાં શોકની લાગણી

સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાંખુબ લોકપ્રિય થયેલ

બારડોલી : યુટ્યુબ પર સ્થાનિક ભાષામાં રોજિંદા જીવનને કેમેરામાં કેદ કરી લોકોને મનોરંજન પૂરું પાડનાર સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાં મનીયાનું પાત્ર ભજવનાર ઉમેશ રાઠોડનું શુક્રવારે સાંજે નિધન થયું હતું. તેઓ કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અવસાનથી બારડોલી પંથકમાં શોકની લહેર ફેલાય ગઈ છે.
બારડોલી વિસ્તારમાં લોકપ્રિય થયેલી સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાં સ્થાનિક સુરતી ભાષામાં લોકોને મનોરંજન પૂરું પાડતા ઉમેશ રાઠોડને કોરોના થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે 28 વર્ષની ઉંમરના ઉમેશ રાઠોડની તબિયત વધુ લથડતા તેમને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. જો કે તબિયતમાં સુધારો આવ્યો ન હતો અને તેમનું અવસાન થયું હતું.સોમલો ભીખલો યુટ્યુબ ચેનલમાં તેઓ મનીયાનું પાત્ર ભજવતા હતા અને લોકોમાં ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમની ચેનલને 40 હજારથી વધુ સબ્સ્ક્રાઇબર ઉપરાંત 1.50 લાખથી વધુ વ્યુવર્સ હતા. નાના છોકરાઓમાં મનીયાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય હતું. તેમના અચાનક નિધનના સમાચાર મળતા ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. તેમના હજારો ચાહકોમાં શોકની લહેર ફેલાય ગઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!