ઉદ્ઘવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોવિડ નિયમોના ઉલ્લંઘનની સાત FIR દાખલ

મુંબઈમાં કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલના સમર્થનમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું: આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો

મુંબઇ: મુંબઈમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ યાત્રામાં કોવિડ નિયમોનો ભંગ થતા ઉદ્ઘવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે કડક પગલું ભર્યું છે. ભાજપના કાર્યકરો સામે મુંબઈ શહેરના સાત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,કાર્યકરો સામે શહેરના વિલે પાર્લે, ખેરવાડી, માહિમ, શિવાજી પાર્ક, દાદર ચેમ્બુર અને ગોવંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જોકે, અત્યાર સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલના સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ ઓગસ્ટે નીકળેલી આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.ઉપરાંત કેન્દ્રીય પ્રધાનનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.
શિવસેના સાંસદ સંજય રાઉતે જન આશિર્વાદ યાત્રાને લઈને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, માસ્ક વિના લોકોનું એકત્ર થવું અને જન આશીર્વાદ યાત્રામાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવું એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન છે. જેથી પોલીસની કાર્યવાહી વાજબી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઉદ્ઘવ સરકારના મંત્રી દ્વારા પણ જન આશીર્વાદ યાત્રાને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો હતો.અસલમ શેખેભાજપની જન આશીર્વાદ યાત્રા પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતાઓએ સમજવું જોઈએ કે કોરોનાનું સંક્રમણ યથાવત છે. તેથી કોઈ પણ રાજકીય કાર્યક્રમો કોરોનાને ખુલ્લા આમંત્રણ સમાન છે.
ઉપરાંત CM ઉદ્ઘવ ઠાકરે જણાવ્યું હતું કે, નિયમોનો ભંગ કરીને રાજકીય, સામાજિક, ધાર્મિક અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ખતરો છે. પરંતુ કેટલાક લોકો આ સમજી શકતા નથી. વધુમાં જણાવ્યુ કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના નિયમોનું ઉલ્લંદ્યન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!