ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ રેલવે વિભાગમા ફરજ બજાવતા એન્જિન પાઇલોટ અને ગૃહિણી માતાની બંને દીકરીઓએ તબીબ બની માતાપિતા સહિત પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.
સામાન્ય રીતે મુસ્લિમ સમાજમાં દીકરીઓના શિક્ષણ અને તેમાં પણ ઉચ્ચ શિક્ષણ નું પ્રમાણ ઓછું છે. જોકે એવા પણ કેટલાક પરિવારો છે, જેમની પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં દીકરીઓ ને ઉચ્ચ શિક્ષણ અપાવી તેમના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. એવોજ એક પરિવાર ગ્રીનપાર્ક વિસ્તારમાં રહેતા અને રેલવે વિભાગમા ફરજ બજાવતા ફિરોઝ ખાન કાઝી અને હનીફા બેન કાઝી નો છે, જેમણે પોતાની બંને દીકરીઓને સતત પ્રોત્સાહન આપી ,સહયોગ આપી અને સામે દીકરીઓ એ પણ પિતાના સ્વપ્નોને સાકાર કરવા રાતદિવસ મહેનત કરી તબીબ બની સ્વપ્ન.પૂરું કર્યું છે. મોટી દીકરી ડો.તરનનુમ કાઝી એ 2021 ના વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માંથી પ્રથમ.ક્રમાંક સાથે ફિઝિયો થેરાપિસ્ટ ની ડીગ્રી મેળવી હાલે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે. તો નાની દીકરી ડો. તહેઝાબ કાઝી એ પણ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાંથી બિ.એ.એમ.એસ.ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી છે અને હાલે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે.