ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ધો. ૧૧, ૧૨ અને કોલેજ કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન અરજી કરી શકે તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ તા.૧૦/૦૩/૨૦૨૪ સુધી રી-ઓપન કરવામાં આવ્યુ છે. આદિજાતિના જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન કરવાની બાકી રહી ગઈ છે તેમણે તા. ૧૦/૦૩/૨૦૨૪ સુધી શિષ્યવૃત્તિની ઓનલાઇન અરજી કરી ફાઈનલ સબમિટ કરવાનું રહેશે. અરજી કરતી વખતે બેંક ખાતા સાથે આધાર નંબર સીડીંગ તેમજ ડીબીટી ઈનેબલ કરવુ ફરજિયાત હોવાથી બેંકનો સંપર્ક કરી બેંક એકાઉન્ટ – આધાર સીડીંગ અને ડીબીટી ઈનેબલની પ્રક્રિયા પૂર્ણ કરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિની અરજી કરવાની રહેશે એવુ વલસાડ જિલ્લા મદદનીશ કમિશનર(આદિજાતિ વિકાસ) દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.