ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ૬૯ જેટલા સામાન્ય વહીવટી સેવાના અધિકારીઓની બદલી- વર્ગ એકમાં બઢતી-કરવામાં આવી છે. ગુજરાત સરકારનો માત્રૃભાષાનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ હોવા છતાં ગુજરાતીના બદલે અંગ્રેજી ભાષામાં અધિસૂચના કરવામાં આવી છે.
વલસાડ પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિલેશ કુકડીયાની નાયબ કલેક્ટર તરીકે અમદાવાદ જી.મા બદલી થઈ છે, કચ્છથી આસ્થા સોલંકીની વલસાડ પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. અરવલ્લીથી સાગર મોવાલિયાને પ્રાંત અધિકારી વ્યારા, મિતેશ પટેલને પ્રાંત અધિકારી તરીકે ચીખલી.ડૉ. જનમ ઠાકોર ને નવસારી પ્રાંત અધિકારી, ધરમપુરથી કેતુલ ઇટાલીયાને રાજપીપળા, ચીખલીના અમિત ચૌધરીને પ્રાંત અધિકારી તરીકે ધરમપુર, આરસી પટેલ પ્રાંત અધિકારી વ્યારાને જિલ્લા પુરવઠા અધિકારી નવસારી, પ્રિતેશ પટેલને પ્રાંત અધિકારી આહવા, અંકિત ગોહિલને પ્રાંત અધિકારી કિલ્લા પારડી તરીકે બદલી નિયુક્તિ કરવામાં આવી છે. સચિન પટવર્ધન સંયુક્ત સચિવ દ્વારા ઉક્ત આદેશ તા.૭/૧૦/૨૩ એ થયા છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૧૩+૫૩ અધિકારીઓની બદલી:ખેરગામમાં ટીડીઓની જગા ખાલી
૫૩ માંથી ૪૪ ને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પ્રથમ વર્ગમાં બઢતી મળી છે. જેમાં ખેરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે માંડ એક વર્ષ પૂરું કરનારા વિમલ હસમુખભાઈ પટેલને નાયબ જિલ્લા વિકાસ અધિકારી વડોદરા જિલ્લા પંચાયતમાં મુકાતા ખેરગામની ખાલી જગ્યાએ કોઈની નિમણૂક થઈ નથી.
વલસાડ જિલ્લા પંચાયત નાયબ જી.વિ.અધિકારી તરીકે ફરજ બજાવતા કૈલાસબેન એચ. નીનામાની ગાંધીનગર જ્યારે દાહોદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે. કે. પટેલની વલસાડ બદલી કરવામાં આવી છે.