ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની એનએસએસ વિદ્યાર્થીઓ સાથે “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતગર્ત તાલીમ/ સંવેદના કાર્યક્રમ યોજાયો.
ધરમપુર તાલુકાના “ખોબા ગામ” ખાતે વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની NSS વાર્ષિક શિબિર (ખાસ શિબિર તા. ૯-૧૨-૨૦૨૪ થી તા. ૧૫-૧૨-૨૦૨૪ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમાજના છેવાડાના અભાવગ્રસ્ત લોકો સુધી રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ (યોજનાઓ) પહોંચાડવાના હેતુથી ગ્રામ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં “ખોબા ગામ” ખાતે વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર NSS વાર્ષિક શિબિરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને જિજ્ઞેશ પટેલ (જિલ્લા મિશન કૉ- ઓર્ડીનેટર) DHEW દ્વારા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની વિવિધ યોજનાઓ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ યોજના, પોલીસ બેઇડ્ઝ સપોર્ટ સેન્ટર (PBSC), મહિલા સ્વાલંબન યોજના અને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન વગેરે યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આપી જરૂરી દસ્તાવેજો વિશે માર્ગદર્શન આપ્યું હતું. બાળલગ્ન અટકાવવા માટે ગ્રામનિવાસ દરમ્યાન ગ્રામજનોને જાગૃત કરવા માટે તમામ વિદ્યાર્થીઓ કામગીરી સોંપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુરના પ્રોફેસર ડૉ.શૈલેષ સી. રાઠોડ, પ્રા. વર્ષાબેન પી.પટેલ, પ્રા.સકીનાબેન જી.પટેલ તેમજ કોલેજના સહાયક કર્મચારીઓ તેમજ શિબિરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.