ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે અત્રેના ૨૬- વલસાડ સંસદીય મતવિસ્તારમાં નિમણૂંક પામેલા ઝોનલ અધિકારીઓને ચૂંટણી કાર્યવાહી તેમજ પ્રક્રિયાઓના સતત દેખરેખ, માર્ગદર્શન તેમજ નિયંત્રણ માટે તાલીમનું આયોજન તા. ૨૩/૦૨/ર૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વલસાડના મોરારજી દેસાઈ ઓડીટોરીયમમાં કરવામાં આવ્યું હતું.
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે રાખવામાં આવેલી આ તાલીમમાં ૨૬- વલસાડ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર મંડળના નિમણુંક પામેલા તમામ ઝોનલ અધિકારીઓ તાલીમ અર્થે હાજર રહ્યા હતા.
જેઓને ડિસ્ટ્ર્રીકટ લેવલના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
જેમાં ઝોનલ અધિકારીઓને ઇવીએમની હેન્ડસ ઓન તાલીમ પણ આપવામાં આવી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી ૧૮૦-પારડી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.