કપરાડામા ચાલતી ભારત સ્ટોન કવોરીમાં ૫૦ફૂટ ઉપર થી નીચે પટકાતા મજુર નું કરૂણ મોત

કપરાડા

કપરાડા તાલુકાના કાકડકોપર ગામે ડુંગરી ફળિયા માં આવેલી ભારત સ્ટોન કોરી માં 50 ફૂટ ઉપરથી એક મજૂર નીચે પટકાતા ગંભીર ઈજાઓને પગલે ઘટનાસ્થળે મજુરનું કરૂણ મોત નિપજ્યું છે જોકે આ અંગે મૃતકના સાથીએ નાનાપોઢા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કપરાડા તાલુકાના કાકડકોપર ગામે ડુંગરી ફળિયા માં આવેલી ભારત સ્ટોન કોરી માં કામ કરતા અજયકુમાર ઈટુવા ઓરમ મૂળ રહેવાસી ઓરિસ્સા જે છેલ્લા કેટલાક સમયથી સ્ટોન કોરી મજૂર તરીકે કામગીરી કરી રહ્યો હતો મંગળવારે મોડી સાંજે ભારત સ્ટોન કોરીમાં કામ કરી રહેલો અજય કુમાર પગ સ્લીપ થઈ જતા 50 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો જેને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું આ ઘટના અંગેની જાણકારી નાનાપોંઢા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેનું પંચનામું કર્યા બાદ લાશને કબજે લઈ પી.એમ.માટે મોકલવામાં આવી હતી તેની લાશને પી.એમ કર્યા બાદ ઓરિસ્સા માટે રવાના કરાઇ હતી
મહત્વનું છે કે સમગ્ર ઘટના કઇ રીતે બની તે અંગે પોલીસ ચોપડે માત્ર પગ સ્લીપ થયો હોવાની માહિતી રજૂ કરવામાં આવી છે ત્યારે ૫૦ ફૂટ ઉપર આ મજુર શું કામ કરી રહ્યો હતો અને કયા કારણથી તે નીચે પટકાયો તે અંગે હજુ સુધી રહસ્ય અકબંધ છે હાલ તો આ સમગ્ર બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!