ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા રોજગાર વિનિયમ કચેરી દ્વારા ઔદ્યોગિક એકમોને તેમની જરૂરીયાત મુજબની ખાલી જગ્યાઓ સામે કુશળ/અકુશળ માનવબળ મળી રહે તેમજ રોજગારવાચ્છું ઉમેદવારોને તેમની લાયકાત અનુસાર પસંદગીની જગ્યાએ રોજગારી મળી રહે તેવા હેતુથી જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આજે તા. ૧ માર્ચ ૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકે વાપીના વી.આઈ.એ. હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ અને ડાંગના સાંસદશ્રી ડો. કે.સી.પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. બેરોજગાર યુવાવર્ગને મોટી સંખ્યામાં આ મેગા જોબ ફેરનો લાભ લેવા રોજગાર અધિકારી(જન) દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
આજે વાપીના વી.આઈ.એ. હોલમાં જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે
