ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન અંગેની બેઠક તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે કલેકટર કચેરીના બીજા માળે સભાખંડમાં વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને વન-પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષનું ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળના કામોનું આયોજન મંજૂર કરવા બાબત, વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાન મંજૂર થયેલા કામોમાં થયેલા ફેરફારના કામોની મંજૂરીની બહાલી તથા સ્પીલ ઓવરના કામોને મંજૂરી આપવા બાબત અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ન્યુ. ગુજરાત પેટર્ન યોજના હેઠળ મંજૂર થયેલા બાકી કામોની સમીક્ષા કરવામાં આવશે.