ગુજરાત સરકારના નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનો આજે જન્મદિવસ છે. ૩ ફેબ્રુઆરી ૧૯૫૧ ના રોજ જન્મેલાં પારડી તાલુકાના ઉમરસાડીના પનોતા પુત્ર શ્રી કનુભાઈ દેસાઈ આજે ૭૧ વર્ષના થયાં છે. પારડી વિધાનસભા બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી જીતેલા શ્રી કનુભાઇ દેસાઇની એક કડક અને પ્રમાણિક પદાધિકારી તરીકેની છાપ છે. તેઓએ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે બે ટર્મ સુધી સફળ સુકાની તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ તેમના બહોળા અનુભવ અને અધિકારીઓ પરની પકડને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની વિશેષ જવાબદારી સોંપી છે. આ જવાબદારી તેઓ 71 વર્ષના થઈ ગયાં હોવાં છતાં યુવાન યોદ્ધા તરીકે ખૂબ જ ખંત અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ પણ શ્રી કનુભાઇ દેસાઇના હસ્તે રજૂ કરવામાં આવશે. તેમના જન્મદિવસે ગુજરાત એલર્ટ પરિવાર જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.