બાગાયત વિભાગની આંબા, જામફળ અને કેળ (ટીસ્યુ) ફળ પાકની ઉત્પાદકતા વધારવાની સહાય યોજનાનો લાભ લેવા તા. ૩૧ ઓક્ટો. સુધી પોર્ટલ ખુલ્લુ મુકાયું

ગુજરાત એલર્ટ | વાંસલડ
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓમાં સમાવિષ્ટ આંબા, જામફળ અને કેળ (ટીસ્યુ) ફળપાકની ઉત્પાદકતા વધારવાની સહાય યોજના પણ અમલમાં મુકવામાં આવી છે.
આ યોજનામાં સમાવિષ્ટ ધારાધોરણ મુજબ આંબા, જામફળ અને કેળ ફળપાકનું વાવેતર MIDHની માર્ગદર્શિકા મુજબ ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ વાવેતર પધ્ધતિ મુજબ કરવાનુ રહેશે. આંબા ફળપાક કલમ દીઠ રૂ.૧૦૦/- અથવા પ્રતિ કલમ દીઠ ખરેખર થયેલો ખર્ચ બે માંથી જે ઓછુ હોય તે (મહત્તમ ૨.૦ હેકટર ની મર્યાદામાં), જામફળ ફળપાકમાં કલમ/ટીસ્યુ રોપા દીઠ રૂ.૮૦/- અથવા પ્રતિ કલમ દીઠ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછુ હોય તે (મહત્તમ ૨.૦ હેકટરની મર્યાદામાં), કેળપાકના ટીસ્યુ કલ્ચર રોપા દીઠ મહત્તમ રૂ.૫.૦/- સહાય,૧.૦ હેકટરની મર્યાદામાં. કલમો માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાન્ટીંગ મટીરીયલ ખરીદવાનું રહેશે.
ટીસ્યુક્લ્ચર પ્લાંન્ટીગ મટીરીયલ રોપા માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, કૃષિ યુનિ.ની લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદી કરવાનુ રહેશે. ઓનલાઈન અરજીઓ મેળવવા માટે I-KHEDUT પોર્ટલ કે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઇ સંબંધિત ઘટકમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નક્લ જરૂરી સાધનિક કાગળો સાથે દિન (૦૭) માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧ ખાતે અચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામક,વલસાડ કચેરીની અખબાર યાદીમાં જણાવાયુ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!