બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ પર તા. ૩૧ ઓક્ટો.સુધી અરજી કરવી

ગુજરાત એલર્ટ । વલસાડ
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. બાગાયત વિભાગની યોજનાઓના ઘટકો જેવા કે સરગવાની ખેતીમાં સહાય, આંબા -જામફળ ફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્ર્મ, ક્મલમ (ડ્રેગન ફ્રુટ) ફળપાક ખેતીમાં સહાય, કેળ ટીસ્યુ વાવેતરમાં સહાય, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુ છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા માટે સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ (વન બંધુ યોજના), ઔષધીય પાકો માટેના ડીસ્ટીલેશન યુનિટમાં સહાય, ખેતર પરના શોંર્ટીગ ગ્રેડીગ પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ (વિજદરમાં સહાય), હવાઈ માર્ગે બાગાયત પેદાશોની નિકાસ માટેના નુરમાં સહાય જેવી કાર્યરત યોજનાઓનો સહાય લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઇ સંબંધિત ઘટકમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિંન્ટ નક્લ જરૂરી સાધનિક કાગળો સાથે દિન (૧૦) માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક સામેની ગલીમાં, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦૧ ખાતે અચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામક,વલસાડ કચેરીની અખબાર યાદીમાં જણાવાયુ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!