ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ, પીટાયા ફળ) વાવેતરને પ્રોત્સાહન આપવા “કમલમ ફળ વાવેતરમાં સહાયનો કાર્યક્ર્મ” યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ રૂ.૬,૦૦,૦૦૦ લાખ પ્રતિ હેકટર યુનિટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડૂતને રૂ. ૩,૦૦,૦૦૦ લાખ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ.૪,૫૦,૦૦૦ લાખની મર્યાદામાં કે જે ઓછુ હોય તે મુજબ ૧.૦ હેકટરની મર્યાદામાં પ્રથમ વર્ષે અને બીજા વર્ષે સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં “કમલમ ફળ વાવેતરમાં સહાયનો કાર્યક્ર્મ” યોજનામાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૧૨.૧૦.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ અસલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી.બેંકની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ – ૩૯૬૦૦૧ ખાતે દિન-૧૦ માં વિગતો જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્યું છે.