ગુજરાત એલર્ટ । વલસાડ
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આગલા દિવસે તા. ૨૧ જાન્યુ. ૨૦૨૪ના રોજ રવિવારે સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી વલસાડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ તિથલના રમણીય સમુદ્ર કિનારે હિન્દૂ સેવા સંસ્થા દ્વારા ૫૧૧૧૧ દિપ પ્રજવલિત કરવાનો ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.
વલસાડના સમસ્ત સનાતન સમાજ મંડળ સંસ્થાઓ અને ગ્રામ પંચાયતની ચૂંટાયેલી પાંખોના સહયોગથી તિથલ કિનારે 16m×10m નો એક બ્લોક બનાવામાં આવશે તેમાં એક હજાર દિપક મુકવામાં આવશે, એવા ૫૧ બ્લોક બનાવામાં આવશે. દરેક સમાજ મંડળ સંસ્થાઓને 1000 દિપ પ્રજ્વલિત કરવાની જવાબદારી આપવામાં આવશે દિપક, જ્યોત, તેલ, મીણબત્તી, માચીસ સંસ્થા તરફથી આપવામાં આવશે. ૫૧૧૧૧ દિપક પ્રજ્વલિત કરવામાં સહયોગ આપતા સમાજ મંડળ સંસ્થાઓમાં તિથલ ગ્રામ પંચાયત અને સંપૂર્ણ તિથલ ગ્રામવાસીઓ, સ્વામી નારાયણ મંદિર તિથલ ભક્તગણ, ઉમિયા સોસિયલ ગ્રુપ, પ્રાણીન ગૌસેવા દળ, સેવા મિત્ર મંડળ, વિશ્વ હિંદુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, વલસાડ સમસ્ત યોગ પરિવાર, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, રેસર ગ્રુપ, ભાનુ યુથ સર્કલ, કરણી સેના, શ્રી સંત ગજાનંદ મંડળ, શ્રી રામ શોભાયાત્રા સમિતિ, શ્રી બજરંગ યુવક મંડળ, સંકટ મોચન હનુમાનજી મંદિર ભક્તગણ પારડી પારનેરા, કોલેજ વિદ્યાર્થીઓ સહિત એકાવન સમાજ ગ્રુપ મંડળ સંસ્થાઓ અને સમસ્ત સનાતન સમાજ આ કાર્યક્રમ માટે થનગની રહ્યો છે. તિથલમાં અંદાજીત ૨૦ હજાર લોકો આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનશે.