મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ડાંગ જિલ્લાના ત્રણ પેટા આરોગ્ય કેન્દ્રોનુ કરાયુ ખાતમુહર્ત

ગુજરાત એલર્ટ । આહવા
ગત રોજ તા.૫મી જાન્યાઆરીએ ડાંગ જિલ્લાના પ્રવાસે પધારેલ રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી, અને ડાંગના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ચિકાર ગામ ખાતે આરોગ્ય વિભાગના ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સ્ટાફ ક્વાટર્સનુ ખાતમુહૂર્ત કર્યુ હતુ.

આ પ્રંસગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમા આજે આદિવાસીઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. આજે ચિકાર, સોડમાળ, ચીંચીનાગાંવઠાના ત્રણેય પેટા આરોગ્ય કેન્દ્રો જેમા એક પેટા આરોગ્ય કેન્દ્રની રકમ રૂપિયા ૩૨ લાખ એમ ત્રણેય પેટા આરોગ્ય કેન્દ્રોનો કુલ ખર્ચ રૂપિયા ૯૬ લાખના ખર્ચે અતી આધુનિક સુવિધા ધરાવનાર આરોગ્ય કેન્દ્ર આદિવાસી વિસ્તારમા બનશે. તેમજ રૂપિયા ૧૩૭.૧૩ લાખના ખર્ચે સ્ટાફ ક્વાટર્સ પણ બનાવવામા આવશે તેમ મંત્રીએ વિગતે માહિતી આપતા જણાવ્યુ હતુ.

આજે ડાંગ જિલ્લામાં કુલ ૭૦ કરોડ જેટલાં વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે. જેમા રોડ, રસ્તા, પાણી આરોગ્ય એમ દરેક વિભાગોને આવરી લેવામા આવેલ છે. ગુજરાતની સરકાર દ્વારા ડાંગ જિલ્લાનો અવિરત વિકાસ થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે કરવામા આવે છે. જે બદલ મંત્રીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઈન, માજી પ્રમુખ મંગળભાઈ ગાવિત, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા મયનાબેન બાગુલ, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી રાજુભાઈ ગામિત, હરિરામ સાવંત, દિનેશભાઇ ભોયે, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુ ગામિત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!