વલસાડ જિલ્લા કલેકટરને એક્ષટેન્શન માટે ત્રણ ધારાસભ્યોએ મુખ્યમંત્રીના દ્વાર ખખડાવ્યા

વધુ એક્ષટેન્શન આપવા વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર પાઠવી દાદ માગી

વલસાડ

વલસાડ જિલ્લાના માનવતાવાદી લોકોના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ કરનાર વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ ને વલસાડ કલેકટર તરીકે એક્ષટેન્શન માટે અનેક સંસ્થાઓ મેદાનમાં આવી છે જ્યારે સામાન્ય જનતા પણ આવા કલેકટરની કામગીરીથી ખુશ છે કોઈ પણ ચમરબંધી હોય તેની સામે પણ આક્રમક પગલાં લીધા છે દબાણ દૂર કરવામાં કલેક્ટરે પાછી પાની કરી નથી ત્યારે સરકાર શું કરે છે તે જોવું રહ્યું
વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકા સહિત જિલ્લાની 76 સંસ્થાઓએ વલસાડ કલેકટરની નિવૃત્તિ બાદ કાર્યકાળ લંબાવવા માગ કર્યા બાદ મંગળવારે જિલ્લાના ત્રણ ધારાસભ્યોએ પણ સીએમના દ્વાર ખટખટાવ્યા છે.કલેકટર આર.આર.રાવલ આગામી 30 જૂને સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. કલેકટરે કોરાના કાળમાં વિકટ સંજોગોમાં સિવિલ હોસ્પિટલ,આરોગ્ય વિભાગ,પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી કોરોના સંક્રમણને રોકવા અનેક નવતર પ્રયોગો, કોવિડ-19ની માર્ગદર્શિકાના પાલન અને કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે જરૂરી સપ્લાય માટેના પ્રયાસોથી પ્રજાને લાભ મળ્યો હતો.જિલ્લામાં હાથ ધરેલા કામો સહિત પાસાઓને ધ્યાને લઇ તેમને વધુ એક્ષટેન્શન આપવા વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર પાઠવી દાદ માગી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!