ગુપ્તાંગમાં સોનું છુપાવીને લાવનારી ત્રણ વિદેશી મહિલા મુંબઇ એરપોર્ટ પર પકડાઇ

ત્રણેય મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને બાદમાં સોનું બહાર કાઢવામાં આવ્યુ હતુ

મુંબઈ: ગુપ્તાંગમાં સોનું છુપાવીને લાવનારી ત્રણ વિદેશી મહિલાને એનસીબીના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી હતી. ત્રણેય મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને બાદમાં સોનું બહાર કાઢવામાં આવ્યું હતું. વધુ તપાસ માટે આ કેસ બાદમાં કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યો હતો. કેનિયાની ત્રણ શંકાસ્પદ મહિલા તેમના સામાનમાં અથવા શરીરમાં કીમતી વસ્તુ છુપાવીને મુંબઈ આવી રહી છે. આથી ૧૭ ઓગસ્ટે દોહાથી ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ત્રણેય શંકાસ્પદ મહિલાને તાબામાં લીધી હતી.
ત્રણેયના સામાનની ઝડતી લેવાતાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. પૂછપરછ દરમિયાન ત્રણેય મહિલા અસ્વસ્થ લાગતા અને તેમને તબીબી મદદની જરૂર હોવાનું જણાતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલાઓએ તેમના ગુપ્તાંગમાં કંઇક છુપાવ્યું છે. દરમિયાન હોસ્પિટલમાં દાખલ ત્રણેય મહિલા પાસેથી કુલ ૯૩૭.૭૮ ગ્રામ સોનું હસ્તગત કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!