ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયત દ્વારા અમદાવાદ ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સહયોગથી પારડીની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં આયોજિત 3-દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. ૨૭ ઓક્ટોબરને શુક્રવારે નામધા અને કપરાડાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં વૈજ્ઞાનિકો સાથે સંવાદ, સ્પેસ સાયન્સ અને ટેકનોલોજી એક્ઝિબિશન તેમજ રોકેટ લોન્ચિંગનું ડેમોસ્ટ્રેશન અંગે રસપ્રદ માહિતી મુલાકાતીઓને જાણવા મળી રહી છે.
તા. ૨૮ મી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ અને તા. ૨૯ મી ના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા આ પ્રદર્શની મુલાકાત લઈ શકશે.