ફિલ્મો હોય કે પર્સનલ લાઇફ… તમે જોયું અને અનુભવ્યું હશે કે ચુંબન એટલે કે કિસ કરતા સમયે મોટા ભાગના કિસ્સાઓમાં આંખો બંધ થઇ જાય છે. મનૌવિજ્ઞાનીઓના અનુસાર ચુંબન કરતા સમયે લોકો પોતાની આંખ એટલા માટે બંદ કરે છે કે તેમનું સંપૂર્ણ ધ્યાન ચુંબન પર કેન્દ્રિત કરી શકે.
લંડન વિશ્વવિદ્યાલયના રૉયલ હૉલોવૅમાં દ્રષ્ટિ અને સ્પર્શ સંબંધિત આ અનુભવ અંગે થયેલા એક સંશોધમાં એવું તારણ બહાર આવ્યું છે કે મસ્તિષ્ક માટે આંખ ખુલ્લી રાખીને પોતાની ઉત્તેજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું તેને મુશ્કેલીભર્યું લાગે છે.અલબદ્દ, આ અભ્યાસ ના તારણો કોઇ પણ યુગલના ચુંબન પર સંશોધન કર્યા વગર કાઢવામાં આવ્યાં છે.સંશોધનમાં ભાગ લેનારા લોકોને આ દરમિયાન દ્રશ્ય (દ્રષ્ટિ સંબંધિત કાર્યો) કાર્યોને પૂરાં કરવાનું કહેવાયું હતું અને બીજી તરફ તેમની સ્પર્શ ભાવનાનોને માપવામાં આવી હતી.દ્રશ્યભાવનાને માપવા માટે પ્રતિભાગીઓએ વિવિધ કાર્યો પૂરાં કર્યાં. સ્પર્શની પ્રતિક્રિયા માપવા માટે તેમના હાથમાં કંપન કરનારું યંત્ર પકડાવવામાં આવ્યું હતું. આ દરમિયાન નોંધવામાં આવ્યું કે જેમણે આંખ ખુલ્લી રાખી હતી તેમનામાં સ્પર્શભાવના ઓછી હતી. હકીકતમાં, ચુંબન, સેક્સ અથવા નૃત્યમાં, લોકો સ્પર્શની લાગણીને વધુ અનુભવવા માંગે છે.
આ મુદ્દે સુશ્રી ડાલ્ટને જણાવ્યું કે “આ સંશોધનનું પરિણામ દર્શાવે છે કે જ્યારે આપણે કોઇ કાર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ તો આંખો બંધ શા માટે કરી લઇએ છીએ.” જ્યારે આપણે આંખો ખુલ્લી રાખીએ છીએ તો આપણું ધ્યાન કોઇ એક કાર્ય પ્રત્યે કેન્દ્રિત થઇ શકતું નથી અને અન્ય કાર્ય પ્રત્યે વિચલિત થાય છે.