ગુજરાત એલર્ટ । ઉમરગામ
શ્રી સંકટ મોચન સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર દાંડી મરોલી ખાતે આજે વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લની 856 મી ભાગવત કથાનો મંગલમય આરંભ થયો હતો. આ પૂર્વે રેખાબેન વિનોદભાઈ બારીયાના નિવાસે ભાગવત દશાંશ યજ્ઞનો પણ મંગલમય આરંભ થયો હતો. કથાની મંગલમય ભવ્ય પોથી યાત્રા સ્વ. દેવલી બેન ભીખુભાઇ બારીયાના નિવાસેથી પ્રસ્થાન થઇ હતી. જેમા કળશધારી બહેનો તેમજ વાજા વાજિંત્ર સાથે વિશાળ ભાવિક ભક્તો ભગવાનના નામ સ્મરણમાં મદમસ્ત બન્યા હતા.
કથાનુ મંગલમય દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મેહમાનોના હસ્તે કરવામાં આવ્યું હતુ. આજે કથામા મુંબઈના પત્રકાર દેવાંશુભાઈ દેસાઈ, ડો. હેમંતભાઈ પટેલ (સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુર), યતીનભાઈ ભંડારી (નારગોલ), દક્ષિણ ગુજરાત બારી સમાજ પ્રમુખ ગણેશભાઈ બારી, જયેશભાઇ બારી,જયમાતાજી ગ્રુપ ભગવાનભાઈ(ઉંમરગામ), ઉદ્યોગપતિ હસમુખભાઈ, દાંડી બારીસમાજ પ્રમુખ જાધવ ભાઈ, મરોલી બારી સમાજ પ્રમુખ હરિશભાઈ બારી, ભાતખાડી સમાજ પ્રમુખ દિલીપભાઈ બારી, ગોર મહારાજ નરેન્દ્રભાઈ જોષી પધાર્યા હતા. જેમનું સ્વાગત આયોજકો દ્રારા કરવામા આવ્યું હતુ. કથાકાર પ્રફુલભાઇ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” આ માઈકલ જેક્શનનો દેશ નથી, મહાવીર સ્વામીનો દેશ છે”, ભાગવત એ ભગવાનનુ વાંગમય સ્વરૂપ છે. જે સ્વયં ભગવાન છે. દરરોજ કથાનો સમય 2:30 થી 5:30 રાખવામાં આવ્યો છે. જેનો લાભ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો લઇ રહ્યા છે.