ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં સૌપ્રથમવાર બેરિયાટ્રીક સર્જરી એટલે કે ઓબેસિટી વધુ પડતા વજન માટેની સર્જરી કરવામાં આવી હતી.
વલસાડના મેડિકલ ઇતિહાસમાં સૌ પ્રથમવાર ડો. શૈશવ એસ. પટેલ કે જે ફુલ ટાઈમ લેપ્રોસ્કોપી સર્જન તરીકે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. તેમના દ્વારા એક 130 કિલો વજન ધરાવતા મહિલાનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન થયા પછી એમનું વજન 3 મહિનામા 80 kg થયું છે અને હવે તેમને હાઈ બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસની બીમારી હતી તે ધીમે ધીમે સારી થવા લાગી છે.
ડો. શૈશવે મુંબઈના પ્રખ્યાત લેપ્રોસ્કોપીક બેરિયાટ્ક સર્જન સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો.લાકડાવાળા પાસે ટ્રેનિંગ લીધી છે.
આ સિવાય પણ ડો.શૈશવ દ્વારા ઘણી લેપ્રોસ્કોપી સર્જરી પિત્તાશયની કોથળી, એપેન્ડિક્સ, આંતરડાની સર્જરી, complex hernia ni surgery સફળતાપૂર્વક કરવામાં આવી છે. વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં લાંબા સમય પછી એક સારા બહોશ સર્જન મળ્યા છે અને એમના દ્વારા ઘણા ક્રિટિકલ તેમજ મુશ્કેલ ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. કસ્તુરબા હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા ડો. શૈશવને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં પણ કસ્તુરબા હોસ્પિટલમાં કોઈપણ નવીન સગવડ ઊભી કરવી હોય તો તેને માટે પણ તત્પરતા દાખવી હતી.