ડાંગના ખાર્જુણાના યુવાનોની બાઈકને તાપીમાં અકસ્માત નડતા બંનેના ઘટના સ્થળે કરુણ મોત

ગુજરાત એલર્ટ l આહવા
સુબીર તાલુકાના ખાર્જુણા ગામના બે યુવાનો બાઇકનો સામાન લેવા માટે નવાપુર ગયા હતા. જેમની બાઇકને તાપીના પાસે અકસ્માત નડતા બંને યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.
ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ખાર્જુણા ગામના (૧)દિનેશભાઇ અતીરામભાઈ પવાર અને (૨)પ્રકાશભાઈ મોહનભાઈ બાગુલ જેવો મંગળવારે બપોરે બાઈકનો સામાન લેવા નવાપુર ગયા હતા. ત્યાંથી બાઈકનો સામાન લઈને પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન તાપી જિલ્લાના વીરથવા ફાટા પાસે વળાંકમાં બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સાઇન બોર્ડ સાથે અથડાતા બંને યુવાનોને માથાના ભાગે તેમજ શરીરે ગંભીરી જાઓ થતા બંને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયુ હતું. બનાવની જાણ નજીકના રહીશોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી તાપી પોલીસને જાણ કરતા તાપી પોલીસની ટીમ ઘટના સ્થળે ઘસી આવી ઘટના અંગે મૃતકોના વાલીઓને જાણ કરતા તેમના વાલીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બંને મૃતકોને પીએમ માટે સોનગઢની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યાં સુધી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!