યુવતી લગ્ન કરીને સાસરે જાય એ પહેલા જ આત્મહત્યા કરી લીધી

ઉમરગામ
ઉમરગામના તાલુકાના નાહુલી માં રહેતી ૨૦ વર્ષની યુવતી એમના લગ્ન થવાના હોય અને કોઈ અગમ્ય કારણોસર યુવતીએ દારૂઠા ખાડીમાંથી કૂદીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી અને પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો કારણ કે યુવતીનાં લગ્ન થવાના હોય જે અંગેની ફરિયાદ નોંધાય છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નાહોલીગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ માઘૂભાઈ ઘોડી નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં બે પુત્રો એક પુત્રી છે જેમાં મોટી છોકરી નું નામ સ હસ્મિતા જેના બે વર્ષથી મમકવાડ ગામે રહેતો સચિન સાથે લગ્નની વાત ચાલી રહી હતી અને બંને લગ્ન પણ કરવાના હતા હસ્મિતાને તાવ અને કમળો થતા સચિન હસ્મિતાને સારવાર માટે લઈ ગયો હતો.અને રાત્રે ઘરે મૂકી ગયો હતો. ત્યારે મંગળવારની રાત્રે અસ્મિતા રાત્રે ઘરેથી કહ્યા વગર ચાલી ગઇ હતી જેથી પરિવાર જણા શોધખોળ કરી પણ ન મળતા છેલ્લે સુરેશભાઈએ સચિનને ફોન કરીને જણાવ્યું હતું કે હસ્મિતા ઘરે આવી છે ત્યારે સચિને પણ જણાવ્યું હતું કે હસ્મિતા આટલે નથી આવી.સચિન પર્ણ રાત્રે નાહુલી દોડી આવી હસ્મિતાની શોધખોળ કરી હતી. પર્ણ બીજા દિવસે બુધવારે દારૂઠા ખાડીમાંથી યુવતીની લાશ મળી આવી હતી જેની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળ પર જઇ લાશને બહાર કાઢી તેની ઓળખ કરતા હસ્મિતાની લાશ હોવાનું બહાર આવ્યું એમને ડેડ બોડીનદી માંથી કાઢીને ભીલાડ ના સીએચસી લઈ ગયા હતા હસ્મિતા શા માટે આત્મહત્યા કરી તે હજુ પરિવારજનો પણ જાણ નથી જે અંગેની ફરિયાદ ભીલાડ પોલીસમાં નોંધાઇ છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!