વાહુંટિયા ગામે માતાને માર મારનાર પિતાનું પુત્ર એ ઢીમ ઢાળી દીધું

ગુજરાત એલર્ટ । આહવા
સુબીર તાલુકાના વાંહુટીયા ગામે માતાને અપશબ્દો બોલનાર પિતાને પુત્રએ પતાવી દેતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના વાંહુટીયા ગામે કોકની ફળિયામાં રહેતા બુધ્યાભાઈ શિવરામભાઈ પવાર ઉંમર 54 તેઓ ગતરોજ સવારે તેની પત્ની ગુંતિબેન સાથે પશુઓને ઘાસચારો લાવવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતનું પુત્રને લાગી આવતા રાત્રી દરમિયાન પુત્રએ પિતાને જણાવ્યું હતુ કે તે મારી મમ્મીને કેમ માર્યું છે. હું તને નહીં છોડુ કહી વાસના લાકડા વડે માથામાં ફટકા મારતા તેનું જગ્યા પરજ મૃત્યુ થયું હતું. બનાવની જાણ ગામના સરપંચને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી બનાવા અંગેની જાણ સુબીર પોલીસને કરતા સુબીર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી લાસ નો કબ્જો લઇ ગુનો નોંધી આગળની તપાસ સુબીર પોલીસે હાથ ધરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!