કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર બોંબ ધડાકો કરી અમેરિકા સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખનર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ‘બુરા દિવસો’ શરૂ થઇ ગયા છે. કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકામાં પોતાના ૧૩ સૈનિકો ગુમાવનાર અમેરિકા બદલાતી આગમાં સળગી રહ્યુ છે અને હુમલાના માત્ર ૪૮ કલાકમાં જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISના આતંકીઓ વિરૂધ્ધ એર સ્ટ્રાઇક કરી છે અને તેમાં મુખ્ય ષડયંત્રકાર માર્યો ગયો છે.અમેરિકાએ શનિવારે વહેલી સવારે પોતાને ઇસ્લામિક સ્ટેટ ગણાવતા આતંકવાદી સંગઠન સામે ડ્રોન હુમલા કર્યા છે. અહેવાલ છે કે, અમેરિકાએ અફદ્યાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પાસે થયેલા વિસ્ફોટોનો બદલો લીધો છે. પેન્ટાગોને શનિવારે આ માહિતી આપી હતી. એરપોર્ટ પર આત્મદ્યાતી બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા ૧૬૯ લોકો માર્યા ગયા હતા. ૧૩ અમેરિકન સૈનિકો પણ આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. ઇસ્લામિક સ્ટેટ (ISIS-K) ના ખોરાસન મોડલે આ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી હતી. આ દરમિયાન, અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર બીજા હુમલાની શકયતા વ્યકત કરી છે અને તેના નાગરિકોને તાત્કાલિક બહાર જવા વિનંતી કરી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સેનાએ નંગહાર પ્રાંતમાં આ હુમલા કર્યા છે. સુરક્ષાના કારણોસર, અમેરિકી નાગરિકોને વિભિન્ન દરવાજા મારફતે શ્નદ્બજીદ્બલૃ એરપોર્ટ છોડવાનું કહેવામાં આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા કેપ્ટન બિલ અર્બને એક નિવેદન બહાર પાડ્યું, ‘યુએસ લશ્કરી દળોએ આઈએસઆઈએસ-કે પ્લાનર વિરુદ્ઘ આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું.’ ઇસ્લામિક સ્ટેટ ખોરાસને કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી. જોકે, આ ડ્રોન હુમલાથી આઇએસને થયેલા નુકસાન વિશેની હજી કોઇ માહિતી નથી મળી.કેપ્ટન અર્બને કહ્યું કે, ‘આ માનવરહિત હુમલો અફદ્યાનિસ્તાનના નાંગહાર પ્રાંતમાં થયો હતો.’ તેમણે માહિતી આપી, ‘પ્રારંભિક સંકેતો એ છે કે, અમે લક્ષ્યને ખતમ કરી દીધું છે. અમને કોઈ નાગરિકના મોતની જાણ નથી. એરપોર્ટ પર બ્લાસ્ટને બે દાયકામાં સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ શુક્રવારે કહ્યું હતું કે, અમેરિકી અધિકારીઓ માને છે કે ‘કાબુલમાં બીજો આતંકવાદી હુમલો થવાની સંભાવના છે.’ અમારા સૈનિકો હજુ પણ જોખમમાં છે.વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોને ચેતવણી આપી છે કે, અમેરિકી દળોને પાછી ખેંચવાની અને એરલિફ્ટ બંધ કરવાની સમયમર્યાદા પહેલા વધુ લોહી વહી શકે છે. સાકીએ કહ્યું કે, લોકોને બહાર કાઢવાની પ્રક્રિયામાં આગામી કેટલાક દિવસો ‘અમારો અત્યાર સુધીનો સૌથી ખતરનાક સમય હશે.’અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ બહાર થયેલા બે આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા ૧૩ અમેરિકન સૈનિકો અને અન્ય ૧૮ અમેરિકન નાગરિકો માર્યા જતાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને આતંકીઓને પડકારતા કહ્યું હતું કે, અમે હુમલાખોરોને ભૂલીશું નહીં અને તેમને માફ પણ નહીં કરીએ. અમે એક-એક હુમલાખોરને શોધીને મારીશું. તેમણે આ હુમલાની સજા ભોગવવી જ પડશે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને વધુમાં કહ્યું કે, કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ વચ્ચે મીલીભગતના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અમે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન નાગરિકોને બચાવવાનું ચાલુ રાખીશું. અમે અમારા અફઘાન સહયોગીઓને પણ બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે.