ટોકિયો: જાપાનના દક્ષિણ રાજયમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જયાં પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે જે Coin Laundromats માંથી મહિલાઓની અંડરવિયર ચોરી કરતો હતો. આ ચોરે અત્યાર સુધી ૭૦૦થી વધુ અંડરવિયર ચોરી કરી છે.
મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે પોલીસે એના ઘરે દરોડા પાડ્યા હતા. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ ૫૬ વર્ષના એક ચોર પર ૨૪ ઓગસ્ટે એક ૨૧ વર્ષની વિઘાર્થિનીએ છ જોડી અંડરવિયર Coin Laundromats મશીનથી ચોરી કર્યાના આરોપ લગાવ્યા હતા. પોલીસમાં ફરિયાદ થયા પથી અધિકારીઓ એના ઘરે પહોંચ્યા હતા, જયાંનો નજારો જોઇને દંગ રહી ગયા હતા. પોલીસે વ્યકિતના ઘરમાંથી મહિલાઓના ૭૩૦ અંડરવિયર જપ્ત કર્યા હતા. સ્થાનિક પોલીસે તમામ જપ્ત કરતાં તપાસ શરુ કરી હતી.
જાપાનના બેપ્પૂ શહેરની પોલીસના જણાવ્યા મુજબ વિભાગે આટલા વર્ષોમાં કયારેય આટલા મોટા પ્રમાણમાં પેન્ટી જપ્ત કરી નથી. જોકે વ્યકિતએ પોલીસ સમક્ષ સ્વીકારી લીધુ હતું કે તે મહિલાઓના અંડરવિયર ચોરી કરતો હતો. જે પછી તેની ધરપકડ કરી લેવાઇ હતી. મહિલાઓની અંડરવિયર ચોરી કરવાનો આ પહેલા કેસ નથી. આ પહેલા જુલાઇમાં અમેરિકામાં એક વ્યકિત પર મહિલાના ઘરમાં ઘૂસવા અને અંડરવિયર ચોરી કરવાનો આરોપ લાગ્યા હતા. મહિલાના ઘરમાં ઘૂસ્યા પછી ૨૯ વર્ષનો વ્યકિત મોંઘી વસ્તુઓ ચોરવાને બદલે મહિલાઓના અંડરવિયર ચોરી કરતો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ અનેક ચોરીઓમાં આરોપીએ એક કેસમાં ૧૫ જોડી અંડરવિયર, મેકઅપ અને બ્રશ, ૮ બ્રા, ૧૨ સ્વિમસૂટ અને અન્ય કપડા ચોરી કર્યા હતા.મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે વ્યકિતએ એના મેલા કપડા પણ ચોરી લીધા હતા, જેમાં એની છ વર્ષની દીકરીના કપડા પણ સામેલ હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ચોરી માટે મહિલાઓ પર અનેક દિવસો સુધી નજર રાખતો અને મોકો જોઇ એમના કપડા ચોરી કરી લેતો હતો.
મહિલાઓના કપડાની જ ચોરી કરતો હતો ચોર : ઘરેથી મળી આવ્યા ૭૦૦થી વધુ અંડરવિયર ૨૧ વર્ષની વિદ્યાર્થિનીની ફરિયાદ પર પોલીસે ૫૬ વર્ષના આધેડના ઘરે દરોડા પાડયા, જયાંથી ૭૩૦થી વધુ લેડીઝ અંડરવિયર મળી આવ્યા હતા
