નવી દિલ્હી: અમેરિકા પર લાદેને કરેલી આતંકવાદી હુમલાના ચાર મહિનામાં અમેરિકાએ ક્યુબામાં ગ્વાન્ટમનેમો ખાતે હાઇ સિક્યોરિટી જેલ બનાવી દીધી હતી. આ જેલ આતંકવાદીઓ માટે બનાવાઈ હતી. તાલિબાની કેદીઓને પણ આ જેલમાં રાખવામાં આવ્યા હતા. તાલિબાનની કેબિનેટ પ્રધાનોમાં ખેરુલ્લાહ ખેરખા (માહિતી અને સંસ્કૃતિ વિભાગ) અબ્દુલ હક્ક (ઇન્ટેલિજન્સ વિભાગ), મુલ્લા નુરુલ્લાહ નૂરી (મિનિસ્ટર ઓફ બોર્ડર એન્ડ ટ્રાઇબલ અફેર્સ), પણ આ જેલમાં સજા કાપી ચૂક્યા છે. કાબુલ પર કબ્જા પછી ગુલામ રુહાની નામના તાલિબાની કમાન્ડરે મહેલમાંથી જીતનું ભાષણ આપ્યું હતું. રુહાની પાંચ વર્ષ સુધી ગ્વાન્ટનમ નેમો જેલમાં બંધ હતો. આ જેલે એસ્તિત્વમાં આવ્યા પછી કુલ ૭૮૦ કેદીઓને અહીં કેદમાં રાખ્યા હતા. હાલમાં તેની સંખ્યા ફક્ત ૩૬ છે. હવે આ જેલમાં ફક્ત ૩૯ કેદી વધ્યા છે. ક્યુબાના પૂર્વી કિનારા પર ગ્વાન્ટમનેમો નેવલ બેઝ 116 કિ.મી. લાંબો છ અને લગભગ એક સદી કરતાં વધારે સમયથી અમેરિકાના કબ્જામાં છે. આ જગ્યાને લઈને ક્યુબા અને અમેરિકા વચ્ચે વિવદા પણ રહ્યોછે. ૧૯મી સદીમાં સદના અંતથી અમેરિકાનો તેના પર અંકુશ છે. જો કે આ જગ્યાને લઈને અમેરિકા અને ક્યુબા વચ્ચે વિવાદ પણ રહ્યો છે. આ જગ્યા પર સાત અટકાયત કેમ્પ છે. અમેરિકન લશ્કર મુજબ હાલમાં બધા કેદી પાંચમાં અને છઠ્ઠા કેમ્પમાં હાજર છે.