મોરલી દરિયાકિનારેથી જહાજની મોટી ટાંકી ગેસ સિલિન્ડર તણાઈ આવ્યા

ઉમરગામ
બોમ્બે હાઇ ખાતે તાઉતે વાવા ઝૉડાની ચપેટમાં આવેલા ONGCના P 305 બાર્જ જહાજનો કાંટમાળ તેમજ ડૂબી ગયેલા ક્રૂ મેમ્બરોની બેગ સહિત અન્ય સામગ્રી ઉમરગામ તાલુકાના નારગોલ ગામના માલવણ બીચ સહિત તાલુકાનાં કાંઠા વિસ્તારના ગામોના દરિયા કિનારે મળવાનું શરૂ થયું છે. મંગળવારે ઉમરગામનાં મરોલી દરિયા કાંઠે ભારતીમાં મોટી ટાંકી તેમજ ગેસ વેલ્ડિંગ માટેનો બાટલો તાણાઇ આવ્યો હતો. ઉપરાંત નારગોલ માલવણ બીચ ખાતેથી વધુ એક લાઈફ જેકેટ મળ્યું હતું. તમામ સમાન મરીન પોલીસે કબ્જે લીધો હતો. ઉમરગામ થી કાલય સુધીના દરિયા કિનારે મરીન પોલીસ પીઆઇ વી.એચ. જાડેજાએ ટીમ સાથે પેટ્રોઇંગ કરી છે
વાવાઝોડાના કારણે મુંબઈ નજીક 35 નોટીકલ માઇલ દરિયામાં ઓએનજીસીનું બાર્જ જહાજે જળસમાધિ લીધી હતી. આ જહાજ પરથી 51 ક્રૂ મેમ્બરો લાપતા બન્યા હતા. જે પૈકી 7ની લાશ વલસાડ તિથલના દરિયા કિનારે તણાઈ આવી હતી તો એકની લાશ દમણ દરિયા કિનારે તણાઇ આવી હતી. મંગળવારે ઉમરગામના ગોવાડાના દરિયા કિનારેથી પણ એક શડેલી હાલતમાં લાશ મળતા આ લાશ કોઈ બાર્જ જહાજના ક્રૂ મેમ્બર કર્મચારીની હોવાનું અનુમાન છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!