વલસાડ
આકાશી તારા સૂર્યમંડળનો ત્રીજો ગ્રહ એટલે આપણી ધરતી- પૃથ્વી જે પોતાની ધરી ઉપર ૨૩.૫ અક્ષાંશ ઢળેલી છે જેને લીધે પૃથ્વીના ઉત્તર- દક્ષિણ ભાગમાં નાના-મોટા દિવસ-રાત,વિવિધ ઋતુઓ સર્જાય છે. હાલમાં સૂર્યનારાયણ ૨૩.૫° ઉત્તર અક્ષાંસ તરફ ઉત્તરાયણ ગતિ કરે છે જે કર્કવૃતના માથે ૨૧મી જૂને બપોરે હશે જ્યારે માણસ સહિત કોઈપણ વસ્તુનો પડછાયો થોડી ક્ષણો પૂરતો અદ્રશ્ય થાય છે જેને ખગોળીય ભાષામાં -ઝીરો સૅડો ડૅ-કહેવાય છે. અને ત્યાંથી પરત મકરવૃત તરફ પ્રયાણ કરશે જેને દક્ષિણાયણ કહેવામાં આવે છે જ્યાં સૂર્ય ૨૧મી ડિસેમ્બરે બપોરે માથે હોય છે.
બીજી જૂને રાજકોટ વડોદરા વિ. જે સમ ઉત્તર અક્ષાંશ પર છે ત્યાં બપોરે ૧૨-૩૪ ક. પડછાયો ગાયબ થઈ જશે અને સૂર્યદેવ કર્કવૃતને સ્પર્શીને ફરી દક્ષિણાયન પ્રયાણ કરશે ત્યારે ૧૦ મી જુલાઇએ આ ઘટના બીજી વખત માણવા મળશે.
૬ થી ૧૦ જૂન અને ૨ થી ૬ જુલાઈ માં અમદાવાદ મોરબી ગોધરા વગેરે શહેરોમાં બપોરે પડછાયાં વિનાની ક્ષણો જોવા મળશે
૨૧મી જૂને કર્કવૃતની ઉપર સૂર્ય હોય છે ત્યારે ભુજ, ગાંધીનગર, ઉજ્જૈન, ભોપાલ, રાંચી વગેરે શહેરોમાં મધ્યાહને સૂર્યના સીધા કિરણોના લીધે પડછાયો અદ્રશ્ય થાય છે બાળક કે માણસ તે સમયે કૂદકા મારે ત્યારે જ પડછાયો જરા દેખાય.
કર્કવૃત પૃથ્વીના ભારત સહિત ૧૭ વિવિધ દેશોમાંથી પસાર થાય છે દેશમાં તે આઠ રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા ને મિઝોરમમાંથી પસાર થાય છે. કુદરતે પૃથ્વીને નમેલી રાખી છે તેના લીધે દુનિયાના તમામ દેશોમાં પરિવર્તનો આવે છે. જો ઢળેલી ન હોત તો ?તેની કલ્પના જ કરો.