ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લાનું વડું મથક આહવા હોવાં છતાં અહીં પ્રવાસીઓ અને મુસાફરો મુલાકાતીઓનાં માટે એકપણ શુલભ શૌચાલય બનાવેલ નથી જેનાં કારણે ડાંગમાં અન્ય જિલ્લા કે રાજય માંથી ફરવાં આવતાં મુસાફરો કાયમ દુવિધામાં મુકાઈ જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં શુલભ જાહેર શૌચાલય બનાવ્યું નથી. મજબુરી માં પ્રવાસીઓ આહવા એસ.ટી.ડેપો નાં આવેલાં સુલભ જાહેર શૌચાલયનો ઊપયોગ કરે છે. પરંતુ આ માર્ચ મહિનામાં આહવા એસ.ટી.ડેપોનાં સુલભ શૌચાલયનો ટેન્ડર પુર્ણ થઈ જતાં તેને તાળા મારી દેતાં રોજીંદા મુસાફરો તેમજ પ્રવાસીઓ દુવિધા મુકાઈ છે. સવારે ગાંધીનગર-આહવા ,મહેસાણાઆહવા, અમદાવાદ-આહવા જેવી બસો વહેલી સવારે આહવા ડેપો પર આવતાં મુસાફરો દયનીય સ્થિતીમાં મુકાઈ છે. મુસાફરોને પડતી હાલાકીને ધ્યાને રાખી આહવા ડેપોમાં સત્વરે જાહેર શૌટાલય ખુલ્લું કરવામાં તે મુસાફરોનાં હીતમાં છે. તેમજ આહવા નગરમાં પણ તાત્કાલિક ધોરણે સુલભ શૌચાલય બનાવવા માં આવે તે જરૂરી છે.