વલસાડનાં પોલીસ અધિકારીઓ એવા ગરબે ઘૂમ્યા કે લોકો જોતા રહી ગયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં અધિકારીઓ એવા ગરબે ઘૂમ્યા કે લોકો જોતા રહી ગયા હતા. નવરાત્રી દરમિયાન ખડે પગે ડ્યુટી કરનારા પોલીસ અધિકારી-કર્મચારીઓએ મન ભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

જ્યારે પણ તહેવાર હોય ત્યારે પોલીસ કર્મચારીઓએ બંદોબસ્તમાં ગોઠવાઈ જવું પડતું હોય છે. મન હોવા છતાં પણ તેઓ તહેવારની ઉજવણી કરી શકતા નથી. તેમાં પણ માં અંબાની નવલી નવરાત્રી હોય અને ગરબે રમવાનું હોય તેવી સ્થિતિમાં મન ઉપર કંટ્રોલ રાખી બંદોબસ્તમાં રહેવું કઠિન થઈ પડે છે. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ પોલીસ કર્મચારીઓનું મન હળવું થાય, ગરબે રમવાનો આનંદ મેળવે એ માટે રવિવારે રાત્રે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારોના સથવારે ગરબાનું આયોજન કર્યું હતું.

વલસાડ પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલા આ ગરબા મહોત્સવમાં પોલીસ અધિકારીઓ પણ ખુલીને મોજથી ગરબા રમ્યા હતા. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ જોશભેર ગરબા રમી ગરબાનો મન ભરીને આનંદ માણ્યો હતો.

Dsp ડૉ. કરણરાજ વાઘેલાની ગરબે રમવાની એનર્જીથી સૌ પ્રભાવિત

વલસાડના યંગ ડીએસપી ડો. કરણરાજ વાઘેલા પણ મન ભરીને ગરબે રમ્યા હતા. અનેક અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ થાકીને ગરબાના રાઉન્ડમાંથી બહાર નીકળી જતા હતા. પરંતુ ડો. વાઘેલા નિરંતર ગરબા રમતા ઉપસ્થિતો તેમની એનર્જીના વખાણ કરતા થાક્યા ન હતા. સાથે જ દોઢિયાના સ્ટેપ પણ લેતા તેઓ ગરબામાં ખૂબ જ રસ દાખવતા હોવાનું જણાયું હતું.

ડીવાયએસપી કુલદીપ નાઇનો નવો ચહેરો જોવા મળ્યો

વલસાડ પોલીસના ગરબા મહોત્સવમાં ડીવાયએસપી કુલદીપ નાઇ સિંગરના સ્વરૂપમાં જોવા મળ્યા હતા. ગરબા રમવા સાથે તેમણે સ્ટેજ ઉપરથી એક પ્રોફેશનલ આર્ટિસ્ટ – ખૂબ જ પરિપકવ ગાયકની જેમ ગરબા રજૂ કરતાં ઉપસ્થિતો તાળી પાડતા રોકી શક્યા ન હતા. તેમની ગાયકીના સૌ ખૂબ વખાણ કર્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!