વલસાડ
પારડીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા ખેડૂત ના ઘરના પાછળના ભાગે આવેલી વાડીમાં ત્રર્ણ ચોરો રાત્રે વાડીમાંથી 10 મર્ણ જેટલી કેરી પાડીને સવારે રીક્ષામા પાર્સલ કરીને લઈપ્ર જઈ રહ્યા હતા ત્યારે વાડીના માલિકે રીક્ષા ચાલકને ઝડપી પાડી પોલીસને બોલાવી હતી કેરી અને રિક્ષા જપ્ત કરી બેને વોન્ટેડ જાહેર કર્યો છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડીમા સ્ટેશન રોડ ઉપર આવેલા અશોકભાઈ વલ્લભ ભાઈ પટેલ ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે એમના ઘરના પાછળના ભાગે આંબાવાડીમાં આવેલી છે સવારે અશોકભાઈ વાડીમાં આતો મારા જઈ રહ્યા હતા જે દરમિયાન તેમની વાડીમાંથી રીક્ષાનબર .GJ-15-AU-5935 વાડીમાંથી બહાર નીકળી રહી હતી. ખેડૂત અશોકભાઈએ રીક્ષા અટકાવી ચેક કરતા રિક્ષામાંથી 10 મણ કેરીનો જથ્થો મળી આવ્યો હતો. ખેડૂતે તાત્કાલિક સ્થાનિક લોકોને અને પારડી પોલીસને બનાવની જાણ કરી હતી.પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા રીક્ષા ચાલક રાજુ કેશવ પટેલની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં નીતિન સુરેશ હળપતિ અને સાગર દિપક નાયકાએ રાત્રે વાડી માંથી કેરી પાડીને કોથળામા ભરીને રાખી મૂકી હતી અને જે કેરી વાડી માંથી પાર્સલ કરવા માટે રિક્ષાચાલક રાજૂ ને જણાવ્યું હતું જેથી રાજુ રિક્ષામા કેરી લઈને બહાર નીકળતો હતો ત્યારે વાડી માલિકે તેમને ઝડપી પાડયો હતો જેથી પોલીસે નિતીન અને સાગર અને રાજુ સામે કેરી ચોરીનો ગુનો દાખલ કર્યો છે જેમાં રાજુની ધરપકડ કરી છે સાગર અને નિતીન ને વોન્ટેડ જાહેર કર્યો છે