નવસારીનાં કુખ્યાત આઝાદ બુટલેગરને પાસામાં રાજકોટ જેલમાં મોકલી અપાયો

વલસાડ
સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં નવસારીનો આઝાદ બુટલેગર સામે વલસાડ જિલ્લામાં બે પોલીસ મથકે દારૂનો કેસ દાખલ થયો હતો. જેમાં પાસાનો ઓર્ડર કરાતાં રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીનાં કુખ્યાત આઝાદ બુટલેગર સામે વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં રૂ. ૪.૪૪ લાખ અને વલસાડ સીટી પોલીસની હદમાંથી રૂ. ૨.૩૦ લાખનો દારૂનો ગુનો નોંધાયો હતો. જેમાં બુટલેગર નવસારી શહેરના ઠકકરબાપા વાસ, લક્ષ્મી ટોકીઝની પાછળ રહેતા કુખ્યાત બુટલેગર નસીમુદ્દીન ઉર્ફે આઝાદ નીઝામુદ્દીન શેખની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ તેના વિરૂધ્ધ કાગળો એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્રેટ વલસાડનાઓ તરફે મોકલી આપી હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજી. એ મંજુર કરતા આઝાદ બુટલેગરની ધરપકડ કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!