વલસાડમાં શહેરી વિસ્તારમાં વધુ પડતા વરસાદ અને ધરમપુર વિસ્તારમાં વધુ વરસાદથી ઔરંગા નદીમાં વધુ પડતા પાણી આવતાં ૨ેલ આવી હતી. દરિયાની ભરતી અને પુર સાથે થવાથી વલસાડ શહેરમાં છીપવાડમાં દાણા બજાર , તરીયાવાડ , કાશ્મીરનગર , વલસાડ પારડી , લીલાપોર , વેજલપોર , ભાગડાખુર્દ , ભાગડાવડા , ભદેલી જગાલાલા , હીંગરાજ , મગોદ , મગોદ ડુંગરી વિસ્તારમાં ૧૦ થી ૧૫ ફુટ પાણી ભરાઇ ગયેલ છે. હજુ પણ ૧૭ તારીખ સુધીની વધુ વરસાદની આગાહી હોય અને ફરીથી આ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની ફરીથી આજ પરિસ્થિતી થવાની સંભાવના છે. વલસાડના છીપવાડમાં દાણા બજારમાં લાખો રૂપિયાનું અનાજ પલળી ગયેલ છે. ગરીબોના ઘર અને ઘરવખરીનો સામાન સંપુર્ણ તણાય ગયેલ છે. એક વ્યકિતનું મોત પણ થઇ ગયેલ છે . વલસાડ તાલુકામાંથી ઔરંગા નદી , પાર નદી, વાંકી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવવાથી ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારના રસ્તાઓ, નાના મોટા પુલો, નાળાઓને ખુબ નુકશાન થયેલ છે. કેટલાંક ગામો રસ્તાઓ ધોવાઇ જવાથી સંપર્ક વિહોણા છે. વલસાડ ગુંદલાવ, ખેરગામ રોડ પર આવતો ઔરંગા નદીનો પુલ ૭૦ વર્ષ જુનો છે. અને નીચો છે, જે પુલ ડેમેજ થઇ ગયેલ હોવાથી સંપુર્ણ બંધ કરવામાં આવ્યો છે. હાલમાં વલસાડ મોગરાવાડી ગરનાળામાં ૧૦ ફુટ પાણી ભરાવાથી વલસાડ રેલ્વેથી પૂર્વ અને પશ્ચિમનો વહેવાર સંપૂર્ણ બંધ થઇ ગયેલ છે.
વલસાડ તાલુકા અને શહેરના રસ્તાઓ અને પુલોને ખુબ જ નુકશાન થયેલ હોઈ ધારાસભ્ય ભરત પટેલ દ્વારા વલસાડ તાલુકા અને શહેર માટે ગ્રાંન્ટનું વધારાનું યોગ્ય પેકેજ ફાળવવા સીએમ ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરી છે. ઉપરાંત વરસાદથી અને રેલના પાણીથી નુકશાન થયેલ વેપારીઓ તથા ગરીબ મધ્યમ વર્ગના લોકોનુ સર્વે કરાવી યોગ્ય વળતર આપવા પણ વિનંતી કરી છે. (ફાઈલ ફોટો)