કપરાડા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહાયદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવાની વ્યવસ્થા નથી વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે. વલસાડ અને નાસીક વચ્ચેના કપરાડા તાલુકામાં એકપણ પ્રવાસન ધામ નથી કપરાડા તાલુકામાં જયાં કુદરતની અનેક પ્રકૃતિ અને અણમોલ ખજાનામાંથી અસંખ્ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસીઓની સંપત્તિ છે. ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે કપરાડા તાલુકાને પ્રવાસન સ્થળ વિકસાવવા માટેની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરવામાં આવેલ રજુઆત અન્વયે તથા કપરાડા તાલુકાના આદિવાસી ભાઈ બહેનોને રોજગાર મળી રહે તે માટે અરણાઈ પૌરાણીક મંદિર તથા ગરમ પાણીના કુંડનો જીર્ણોધ્ધાર, બારપૂડા ગામે આવેલ પૌરાણીક શિવ ગુફાઓનો વિકાસ, કોલવેરા ડુંગર હિલ સ્ટેશન તથા પૌરાણીક અવસેસોનો વિકાસ કોલક નદીનું ઉદગમસ્થાન છે.અને મોટાપોંઢા તળાવનું બ્યુટીફીકેશન બોટિંગ અને તળાવની ફરતે રોડ , કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આદિવાસી ભવનનું નિર્માણનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં કપરાડા વિધાનસભા ધારાસભ્ય જીતુભાઇ એચ.ચૌધરી, પ્રાંત અધિકારી કેતુલ મામલતદા કલ્પેશ સુવેરા, તાલુકા વિકાસ અધિકારી સહિત,ઇટાલીયા, જિ.પં. કારોબારી અધ્યક્ષ ગુલાબ રાઉત,જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યઓ સરપંચ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..કપરાડા તાલુકામાં ફકત પ્રદુષણ મુકત કુદરતની પ્રકૃતિના ખોળે નયનરમ્ય વાતાવરણ અને મનની શાંતિ માટે અતિ પ્રાચીન ગુપ્તકાલના ધાર્મિક શિવાલય લોકમાતાઓ દમણગંગા કોલક પાર નદીઓ આવેલી છે