ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી ડી.આર.પટેલ હાઇસ્કૂલ, દાંડીના U-14 બહેનોની હોકીની ટીમનો રાજ્યમાં દ્વિતીય ક્રમ સીલ્વર મેડલથી સન્માનિત કરાયા હતાં.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે SGFI રાજ્યકક્ષાની હોકીની સ્પર્ધા દેવગઢ બારીયા મુકામે યોજાઇ હતી જેમા દાંડી હાઇસ્કૂલ U-14 Girls એ વલસાડ જિલ્લામાં પ્રથમ ઇનામ મેળવી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમા Final માં જામનગર V/S વલસાડની રમત હતી. જેમા વલસાડને Second Prize મેળવી Silver Medal પ્રાપ્ત કરેલ છે જે વલસાડ જિલ્લા અને દાંડી હાઇસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. જેને શાળાના આચાર્ય પ્રવિણસિંહ પરમાર શાળાના સ્ટાફ અને મંડળે અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા આપી હતી.
શ્રી ડી.આર.પટેલ હાઇસ્કૂલ, દાંડીની હોકી ટીમ રાજ્યકક્ષાએ ઝળકી
