ગુજરાત એલર્ટ । વલસાડ
પારડીના લખમપોરની યુવતિની લાશ વલસાડ તાલુકાના વેલવાચ ગામે પાણીની ટાંકી પાસે રહસ્યમય સંજોગો મળી આવતાં વલસાડ પોલીસ દોડતી થઇ ગઇ હતી.
વલસાડ તાલુકાના વેલવાચ ગામે પાણીની ટાંકી નજીક કોઈ યુવતીની અર્ધબળેલી હાલતમાં લાશ પડી હોવાની જાણકારી સ્થાનિકોએ વહેલી સવારે સરપંચને કરી હતી. તે બાદ પોલીસને થતા વલસાડ રૂરલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. અર્ધ બળેલી હાલતમાં લાશને જોતા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વર્તાઈ રહી છે. જોકે સમગ્ર બાબતે પોલીસે યુવતી કોણ છે એ અંગે તપાસ કરતા યુવતી હસુમતી મહેશ પટેલ (ઉ.વ.35) પારડી તાલુકાના લખમાપોર ગામે રહેતી હતી. જે લગ્ન બાદ છુટાછેડા પણ થયા હોય બે સંતાનની માતા હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. રાત્રી દરમ્યાન પોતાના ઘરેથી પૈસા લેવા જાઉં છું કહીને ગયા બાદ ઘરે પરત ન થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે તેની ભાળ મળી નહિ. આજે અચાનક તેની લાશ વેલવાચ પાસે પાણીની ટાંકી નજીક મળી આવતા તેના મોત અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસ બનાવ અંગેની તપાસ કરી રહી હોય આગામી સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠશે.