ઘરમપુર
ધરમપુર તાલુકાની એક યુવતીને લગ્નના દિવસે જ સાસરીયા પક્ષ તરફથી આવેલા 20-25 યુવકોએ આવી યુવતીની પીઠી ધોઇ નાંખી તમે કરીયાવર નથી આપવાના અને માંગણીની વસ્તુ આપી શકતા હોય તો જાન લઈ આવીશું,લગ્ન નથી કરવા કહી મંડપ તોડી જતા રહેતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.ધરમપુરના એક ગામની યુવતીના ચાંલ્લા વલસાડના એક ગામના યુવક સાથે રિવાજ મુજબ કર્યા હતા. ચાર દિવસ પછી યુવતીના ઘરે આવી યુવકે તેના ઘરે રહેવા આવવા જણાવતા યુવતી ઘરના સભ્યોની સંમતિથી યુવકની ઘરે ગઇ હતી.
જ્યાં યુવકે શરીર સબંધ બાંધ્યા બાદ બીજા દિવસે યુવતીને તેના ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ અવારનવાર યુવતીનાં ઘરે આવી રોકાતો યુવક તેણી સાથે કથિત શરીર સબંધ બાંધતો હતો. જે બાદ બંને કુટુંબના સભ્યોએ લગ્નની તારીખ 25/04/2021નક્કી કરી કંકોત્રી છપાવી હતી. જોકે લોકડાઉન અને ફળિયામાં ઘણા કેસ હોવાથી યુવકે લગ્ન મોકૂફ રખાવ્યા બાદ બંને પક્ષના 10-10 વ્યક્તિઓએ ભેગા મળી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અને તા. 24/05/202ના રોજ યુવતીને પીઠી ચઢાવવામાં આવી હતી.
25 ના રોજ 20-25 માણસોએ આવી યુવતીની પીઠી ધોઈ કાઢી લગ્ન નથી કરવા એમ કહી મંડપ તોડી તમે કરીયાવર નથી આપવાના અને માંગણીની વસ્તુ આપી શકતા હોય તો જાન લઈ આવીશું એમ જણાવી સમજાવવા છતાં જતા રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. યુવતીએ આ અંગે ધરમપુર પોલીસ મથકે અરજી આપી છે.