પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે વલસાડ આવેલા ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મલ્હાર ઠાકરની એક ઝલક મેળવવા આજે વલસાડ વાસીઓ ઉમટી પડ્યા હતા. મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ભાવિ ખૂબ જ ઉજળું હોવાનું જણાવ્યું હતું.
છેલ્લો દિવસ મુવીથી લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયેલાં મલ્હાર ઠાકરે આજરોજ વલસાડ અને પારડીની મુલાકાત લીધી હતી. પોતાની આગામી ફિલ્મ “સોનુ તને મારા પર ભરોસો નઇ કે” ફિલ્મના પ્રમોશન માટે વલસાડ તિથલ રોડ એમ સ્કવેર મોલમાં આવેલા મલ્હાર ઠાકરને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી. ભીડ બેકાબુ બનતા મલ્હાર ઠાકરનો ઓન વ્હિલ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી ફિલ્મનું ભવિષ્ય કેવું છે તે અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મનું ભાવિ ખુબ જ ઉજળું છે. ગુજરાતી ફિલ્મના કલાકારો નેશનલ એવોર્ડ મેળવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ આગળ વધશે. વલસાડ વાસીઓ પાસે મને એક સપોર્ટ જોઈએ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માટે આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવે. અંદાજે સાડા 3 કરોડના બજેટની આ ફિલ્મ ક્યાં પ્રકારની છે તે વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે 19 મે એ રિલીઝ થનારી આ ફિલ્મ દરેક ગુજરાતીએ ફેમિલી સાથે આ ફિલ્મ જોવી જરૂરી છે. ફેમિલીના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આ ફિલ્મ લઈ આ આ હિલેરિયસ કોમેડી ફિલ્મ છે. દરેકને આ ફિલ્મ જોવી ખૂબ જ ગમશે. તેઓ વલસાડથી પ્રમોશન માટે પારડી રવાના થયાં હતાં.