વલસાડ શહેર ભાજપનાં માજી પ્રમુખે સિંગર બની એવી એક્ટિંગ કરી કે લોકો જોતાં રહી ગયા!

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ શહેર ભાજપનાં માજી પ્રમુખ હર્ષ દવે આમ તો નાટ્યકાર જ છે. તેઓના પિતાજીની ઈચ્છા મુજબ તેમણે રામ જન્મભૂમિ પ્રસંગે ગીત રજુ કર્યું છે.
તેમણે સિંગર બની એવી એક્ટિંગ કરી કે લોકો જોતાં રહી ગયા છે. વલસાડમાં પ્રથમવાર પ્રોફેશનલ ફિલ્મ મેકિંગ દ્વારા અમદાવાદનાં મીડિયા હાઉસ “bizzippy”ની ટેક્નિકલ ટીમ અને વલસાડના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યો પોએટિક મ્યૂઝિકલ વિડીયો. સ્વ.અટલ બિહારી વાજપાઈની માર્મિક કવિતા ‘ગગન મે લહેરાતા હૈ ભગવા હમારા’ પર આધારિત છે “ભગવા હમારા”. બિઝિપ્પી મિડીયા ગ્રુપના નિર્દેશક જિજ્ઞેશ પટેલ અને વલસાડના જાણીતા રંગપૂજા થિયેટરના સિનીયર નાટ્યકાર હર્ષ મનહરલાલ દવે દ્વારા આ પ્રોજેકટ કરવામાં આવ્યો.
હિન્દીમાં પ્રસ્તુત થયેલાં આ મ્યુઝિકલ ફિલ્મમાં સહ કલાકારો તરીકે વલસાડના નૃત્ય કલાકારો અને ગાયકોએ ભાગ ભજવ્યો છે. આ આખા પ્રોજેક્ટનું પ્રોડક્શન વલસાડ ખાતે જ થયું છે. અને પોસ્ટ પ્રોડક્શન અમદાવાદ ખાતે થયુ છે.
“ભગવા હમારા”માં નાટ્યકાર હર્ષ દવેના ઉમદા અભિનયને ફિલ્મમેકિંગના ક્રાફ્ટ – સંગીત અને નિર્દેશનને દર્શકો વખાણી રહ્યા છે. દેશ વિદેશથી આ મ્યુજિકલ ફિલ્મને સરાહના કરવામાં આવી રહી છે. ખાસ કરીને રામ ભક્તોમાં “ભગવા હમારા” નું સંગીત ખુબ જ ચાહના મેળવી રહ્યું છે.
જિજ્ઞેશ પટેલ દ્વારા નિર્દેશિત વિડીયો અને સંગીત હવે યૂટ્યૂબની ચેનલ bizzippy પર ઉપલબ્ધ છે. વિશ્વ આખાના વિવિધ 28 જેટલા સંગીતના પ્લેટ્ફોર્મસ પર “ભગવા હમારા”નું સંગીત ઉપલબ્ધ થઈ રહ્યું છે. બિઝિપ્પી મિડીયાના પ્રોડક્શનમાં ૪૨ લોકોની ટીમ દ્વારા ૩૦દિવસના સમયગાળમાં આ વિડીયો તૈયાર થયો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!