ગુજરાત એલર્ટ | વલસાડ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે માન્યતા મળતા સમગ્ર વિશ્વ આજરોજ વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા વર્લ્ડ મેડીટેશન ડે ની ઉજવણી કરવામાં આવી.
વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, શ્રી સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ,મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ,રણભૂમિ સ્પોર્ટ્સ એકેડેમી, ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન વલસાડ તેમજ ડિવાઇન માર્શલ આર્ટસ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સંયુક્ત રીતે વલસાડમાં વર્લ્ડ મેડીટેશન ડે ઉજવાયો.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સેક્રેટરી તેમજ ન્યાયાધીશ શ્રી બી.જે.પોપટ સાહેબ,રણભૂમિ એકેડેમીના તેમજ શ્રી સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને વકીલ શ્રી કેયુરભાઈ પટેલ,મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણના અધ્યક્ષ શ્રીમતી તનુજાબેન આર્ય,વકીલ શ્રી અશોકભાઈ સોની તમેજ યોગ ગુરુ તેમજ રણભૂમિ એકેડમીના સપોર્ટ ડાયરેક્ટર નિલેશ કોશીયા અને મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ ના જિલ્લા અધ્યક્ષ શ્રીમતી મીનાબેન તોલાણી ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રજવલન કરી પ્રસંગની શરૂઆત થઈ હતી. યોગ ગુરુ નિલેશ કોશીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ વિશ્વ ધ્યાન ડે ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમજ યોગ અભ્યાસ કરાવી સંગીતના સથવારે ધ્યાન કરાવવામાં આવ્યું. મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણના અધ્યક્ષ શ્રીમતી તનુજાબેન આર્ય દ્વારા પ્રાણાયામનું ધ્યાન કરવામાં આવ્યું હતું.અંતે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી તેમજ ન્યાયાધીશ શ્રી બી.જે.પોપટ સાહેબે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગી ભાઈ બહેનોનો આભાર માની વિશ્વ ધ્યાન દિવસની શુભેચ્છા પાઠવી હતી.વકીલ શ્રી અશોકભાઈ સોની દ્વારા તમામને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.