વલસાડ સિટી પોલીસ મથકનાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિરંજનાબેન પટેલે પોતાની તેમજ આવનાર બાળકની ચિંતા કર્યા વગર પ્રસુતિના આગલા દિવસ સુધી ડ્યુટી કરતાં વાહ વાહ થઈ
વલસાડ
વલસાડ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વલસાડ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા સગર્ભા કોન્સ્ટેબલ પ્રસુતિના દિવસ આગલા દિવસ સુધી પોલીસ મથકમાં ખરા અર્થમાં પોતાની ફરજ બજાવી હતી.
વલસાડ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે અનેક લોકો કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાયરસની ચપેટમાં કેટલાક લોકો આવી ચૂક્યા છે. કોરોના કાળમાં તબીબો, નર્સ, સાફ સફાઈ કર્મચારીઓ, ઓફિસ હોસ્પિટલના ઓફિસ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ, તેમની સેવા ચાકરી કરવા આવનારા સ્વજન ને ખાવાપીવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે. ત્યારે વલસાડ તાલુકાના કાંજણહરી ગામે રહેતી અને વલસાડ સિટી પોલીસ મથકમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિરંજનાબેન કનુભાઈ પટેલ ફરજ બજાવે છે. નિરંજનાબેન પટેલ સગર્ભા હોય તેમણે મેટરનીટી લેવું લેવાના બદલે પોતાની ફરજ અદા કરવા આવતા પોલીસ મથકે આવી હતી. નિરંજના બેન ને પ્રસુતિના આગલા દિવસ સુધી પોતાની ફરજ બજાવ્યા બાદ તેઓને પુત્રનો જન્મ થયો હતો. નિરંજનાબેન આવા કોરોના કાળના કપરા દિવસોમાં પોતાની તેમજ આવનાર બાળકની ચિંતા કર્યા વગર ફરજ બજાવતા વલસાડ જિલ્લા પોલીસ વડાએ આ પોલીસ કોન્સ્ટેબલ નિરંજનાબેન પટેલના હોસ્પિટલમાં ખબર-અંતર પૂછ્યા બાદ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.