ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ તાલુકાના જામનપાડા ગામના ડુંગરી ફળિયા ચોકડી નજીક ધરમપુર થી રૂમલા જતા માર્ગ ઉપર મહાદેવ પાંડુરંગ ભાઉ ધાઇગુડે ઉ.વ 64 રહે કુંજરવાડી તા. હવેલી.જી પુણે મૂળ રહે સાકર વાડી તા. ફ્લટન જી.સાતારા મહારાષ્ટ્રની ટાટા ટ્રક નંબર MH 12 LT 4599ની રોડની સાઈડમાં ઉભી રાખી હતી. ઉભેલી ટ્રકમાં કેબીનના અંદરના ભાગે પોતાની જાતે પડી જવાથી અથવા કોઈ અગમ્ય કારણોસર તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મહારાષ્ટ્રના સાકરવાડીના મંગલ મહાદેવ પાંડુરંગ ધાઇગુડેની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના એ.એસ.આઇ મોહનભાઈ ભોરુભાઈ પવાર કરી રહ્યા છે.
ખેરગામના જામનપાડામાં ઉભેલી ટ્રકના કેબિનમાં ડ્રાઇવરની લાશ મળતા ચકચાર
