ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીના કુંતા ગામમાં સડક ફળિયા ખાતે હરજીભાઈની દુકાન નં. ૧૦ ના ઓટલા પર તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યાની આસપાસ એક અજાણ્યા ૬૦ થી ૬૫ વર્ષીય વૃધ્ધનું કોઈ કુદરતી બિમારીના કારણે મરણ થયેલ છે. જેમના વાલી વારસો મળી આવ્યા નથી. જે મૃતક મધ્યમ બાંધો અને ઘઉં વર્ણ ધરાવે છે. જેણે કાળા કલરનું લાંબી બાયનું શર્ટ અને ભૂરા કલરનું પેન્ટ પહેર્યુ હતું. જે કોઈને પણ અજાણ્યા મૃતકના વાલી વારસોની ભાળ મળી આવે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૦-૨૪૬૧૧૦૦ અથવા પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.એ.વસાવાનો મો.નં. ૭૬૯૮૯૬૬૯૦૭ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
વાપીના કુંતાથી દુકાનના ઓટલા પરથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

The dead man's body. Focus on hand