અમદાવાદ : કોઈ પણ કંપની દ્રારા નવો લોન્ચ થયેલો મોબાઇલ ફોન મોબાઈલ શોપમાં મળતો થાય તે પહેલા ઓનલાઈન મળતો થઇ જતો હોય છે. તેથી લોકો ઓનલા ઈન મોબાઈલ ફોન મગાવતા થઈ ગયા છે. ઓનલાઇન બિઝનેસને કારશે મોબાઇલ ફોન શોપ લઈને બેઠેલા દુકાનદારોના ધંધા ઉપર માઠી અસર પડી રહી છે. મોબાઈલ જ નહીં પરતુ ઇલેકિટ્રકલ અને ઇલેકટ્રોનિકસ આઈટમમાં પણ ઓનલાઇન બિઝનેસને કારણે માર્કેટ ઉપર માર પડી રહ્યો હોવાની વેપારીઓની ફરિયાદ છે. ઓનલાઇન બિઝનેસ કરતી કંપનીઓ ઉપર પણ જરૂરી નિયમો લાદવા માટે વેપારી સંગઠનો અને વેપારી અગ્રણીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.કોરોનાને કારશે તમામ વેપાર ધંધા બંધ હતા અને બજારો બંધ હતા ત્યારે મોબાઈલ ફોન તથા ઇંલેકટ્રોનક અથવા ઈલેકિટ્રક વસ્તુઓ ઓનલાઇન ઓર્ડર આપતા તેની હોમ ડિલિવરી થઈ જતી હતી. જેને કારશે લોકલ માર્કેટમાં ખૂબ જ મોટોમાર પડી રહ્યો હતો. કોરોનાદ્યટતા બજારો ખુલી રહ્યા છે અને વેપાર-ધંધાફરીસેટ થઈ રહ્યા છે તેમ છતાં ઇલેકટ્રોનિક, ઈલેકિટ્રક અને મોબાઈલ ફોન બજારમાં પહેલાં જેવી જ ઘસકી જોવા ન મળતી હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. ગાંધી રોડના વેપારી અગ્રણી મેઘરજ ડોડવાનીના જણાવ્યા મુજબ ઉનાળાની શરૂઆતમાં બજારો બંધ હતા ત્યારે લોકોએ ઓનલાઇન ખરીદી કરી લીધી હવે ઇલેકટ્રોનિક અને ઇલેકિટ્રક આઈટમનો ઉપાડ ખૂબ જ ઓછો છે હજુ પણ લોકો ઓનલાઇન વસ્તુઓના ઓર્ડર આપી રહ્યા છે જેને કારણે દુકાનો લઈને બેઠેલા વેપારીઓને તકલીફ પડી રહી છે.
ઓનલાઇન બિઝનેસ પ્લેટફોર્મને કારણે દુકાનો લઈને બેઠેલા વેપારીઓને પડતી તકલીફ અંગે જુદા જુદા વેપારી સંગઠનો અને વેધારી અગ્રણીઓ દ્વાચ સરકાર સમક્ષ વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં હજુ આ દિશામાં કોઈ પગલાં લેવાયા હોવાનું જાણી શકાયું નથી.