પશ્ચિમ બંગાળના હાવડાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાત ફેરા લીધા બાદ વર-કન્યા મંદિર ગયા ન ઘર ગયા પરંતુ સીધા જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. નવદંપતીઓને પોલીસ સ્ટેશન આવતા જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.અને વિચારવા લાગ્યા કે આ પરિણીત દંપતીનું શું થયું જેણે મંડપમાંથી ઉભા થઈને અહીં આવવાનું થયું?ફરજ બજાવતા અધિકારીઓ પણ વરરાજા-દુલ્હનને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસ દળમાં આ દંપતીને જોઇને પોલીસકર્મીઓનું ટોળું પણ એકઠું થવા લાગ્યું હતું.દરેક જણ એ જ વિચારતા હતા કે લગ્ન પૂર્ણ થયાની સાથે જ પોલીસ સ્ટેશન આવવાની કેમ ફરજ પડી હશે?પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી દુલ્હા અને દુલ્હનએ એમ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધું કે, અમે બંને પોલીસકર્મીઓનો આશીર્વાદ લેવા અહીં આવ્યા છે.
નવા દંપતીએ કહ્યું કે આ દુર્ઘટનામાં પોલીસ જે રીતે લોકોને મદદ કરી રહી છે, તે અભિનંદનને પાત્ર છે. સમગ્ર વિભાગને પોલીસ વિભાગ પર ગર્વ છે. આ જ કારણ છે કે લગ્ન પૂર્ણ થતાંની સાથે જ, અમે બંને કોરોના વોરિયર્સના આશીર્વાદ લેવા આવ્યા છીએ.વરરાજા અને દુલ્હનની આ વાત સાંભળતાં જ પોલીસકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટના બગનાન પોલીસ સ્ટેશનના હિજલાક ગામની છે. વ્યવસાયે એન્જિનિયર અનિષ માજી અને સંગીતાના લગ્ન રવિવારે રાત્રે સંપન્ન થયા હતા. આ લગ્નમાં, સામાજિક અંતર તરફ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતું.