વલસાડ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની સંકલન સમિતિની બેઠક કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન કમિટી અને સિનિયર સિટિઝન માટે જિલ્લા કક્ષાની સંકલન સમિતિની બેઠક તા. ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નશા મુક્ત ભારત અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ થયેલા જાગૃતિ કાર્યક્રમો અને સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા શાળાના ૧૦૦ મીટરના વિસ્તારની આજુબાજુ નશીલા પદાર્થના વેચાણ પર પ્રતિબંધ માટે ડ્રાઈવ દરમિયાન લીધેલા પગલાઓની ચર્ચા કરવામાં આવી હતી.

જેથી જિલ્લાની શાળાની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ પર પ્રતિબંધ મુકી શકાય તથા અન્ય સમિતિમાં સિનિયર સિટિઝન એક્ટ ૨૦૦૭ અન્વયે સિનિયર સિટિઝનના ભરણ પોષણ માટે થયેલી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!