ગૌરક્ષક હાર્દિકનો ભોગ લેનારાં ટેમ્પો ડ્રાઇવરની બામખાડીમાંથી લાશ મળી: જીવ બચાવવા બામખાડીના બ્રિજ પરથી ટેમ્પોચાલક કુદી ગયો હતો.

વલસાડ
વલસાડમાં શંકરતળાવ ગામ પાસે હાર્દિકને મોતને ઘાટ ઉતારનારા ટેમ્પોચાલકનો આજે મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ટેમ્પોચાલકને પકડાઈ જવાનો ડર લાગતા બામખાડીમાં કુદકો લગાવ્યો હતો.
ગૌરક્ષકોની ટીમને 17 જૂનની રાત્રિએ મળેલી બાતમીના આધારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી ગૌવંશને એક ટેમ્પામાં ભરીને કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી ગૌરક્ષકોએ પોલીસ કંટ્રોલરૂમને આપી હતી. જેના, આધારે વલસાડ પોલીસ અને ગૌરક્ષકોની ટીમ દ્વારા ટેમ્પાનો પીછો કરીને ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન ડુંગરીના બામખાડી ઉપર સુરત મુંબઇ રોડ ઉપર ટેમ્પો અટકાવવા માટે હાર્દિક કંસારાએ ટેમ્પાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
જે દરમિયાન ટેમ્પો ચાલક હાર્દિકને ઉડાવી અકસ્માત સર્જી બામખાડી ઉપરથી કૂદી ગયો હતો. રવિવારે બપોરે ટેમ્પો ચાલક હાજી અક્રમની લાશ બામખાડીમાંથી મળી આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસના નેત્રમના CCTV ફુટેજમાં મેચ કરતા હાજી અક્રમની જ લાશ હોવાનું પ્રાથમિક તરણ મળી આવ્યું હતું. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનાં ધરમપુરમાં પેટ્રોલ પંપ ચલાવતા હાર્દિક કંસારાનું મોત થતાં ટેમ્પો ચાલક સામે લોકોમાં ખુબજ આક્રોશ ફેલાયો હતો. પરંતુ આજરોજ તેણે અજાણતામાં આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળતા આક્રોશ શાંત થયો છે. આ કેસમાં ગઇકાલે પોલીસે કુલ ૧૦ જણાની ધરપકડ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!