વલસાડ
મુંબઈમાં ડૂબેલા જહાજના ક્રુ મેમ્બરોની પ્રથમ વલસાડના દરિયાકિનારેથી 4 જેટલી લાશો મળી આવ્યા બાદ વલસાડના મગોદ ડુંગરી અને તિથલ સાઈબાબા મંદિર દરિયાકિનારે થી વધુ 3 લાશો મળી આવતા વલસાડ સીટી પોલીસ દોડતી થઇ ગઇ હતી. વલસાડ ના દરિયાકિનારેથી બે દિવસમાં ૭ જેટલી લાશો મળી આવી હતી.
9 દિવસ અગાઉ તૌકતે નામનું વાવાઝોડુંએ વિનાશ વેર્યો છે. ત્યારે આ વાવાઝોડું એ મુંબઇથી 175 કિમી દુર દરિયામાં એક જંગી જહાજ બાર્જ 305 ડુબી ગયું હતુ. જહાજ ડૂબી જતા ક્રૂ મેમ્બરો દરિયાનાં ઉછળતાં મોજાની લપેટમાં આવી ગયા હતા. પ્રથમ વલસાડ નજીકના તિથલ દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિર કિનારેથી 3 લાશો મળી આવી હતી. જ્યારે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દાંડી ભાગલ ગામે દરિયાકિનારે થી 1 લાશ મળી કુલ 4 મળી આવતા જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા, dysp મનોજ ચાવડા, સિટી પી.આઈ. મોરી તથા પોલીસ કર્મચારીઓનો સાથે ધસી ગયા હતા. ક્રૂ મેમ્બરોની લાશ ફુલી ગઈ હોવાથી તેને બહાર કાઢવી મુશ્કેલ બની હતી. ઘટનાની જાણ થતાં તિથલ ગામના સરપંચ પતિ રાકેશ પટેલ, ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ, કોસંબા ગામ લના યુવાનો મૃતદેહો બહાર કરવા દોડી આવ્યા હતા. 4 મૃતદેહોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વલસાડના તિથલ ગામે સાંઈબાબા મંદિર સામે દરિયાકિનારેથી વહેલી સવારે 2 લાશો મળી આવી હતી.ઉપરાંત વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામના દરિયા કિનારેથી 1 લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસનો કાફલો તેમજ વલસાડ ડુંગરી પોલીસનો કાફલો ધસી ગયો હતો. પોલીસને વલસાડના કાંઠા વિસ્તારના તિથલ દરિયા કિનારેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી. જેમાંથી એક પાસપોર્ટ સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. વલસાડના દરિયાકાંઠેથી બે દિવસમાં ૭ જેટલી લાશો મળી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.